અનોખી પ્રીત (માઈક્રોફિક્શન)

અમર પ્રીત

મીરા રોજ દરિયા કિનારે આવીને કિશનની રાહ જોતી મોબાઈલમાં એનો પ્રોફાઈલ ફોટો જોતી અને સ્ટેટસ વાંચતી. મહિનાઓ વીતી ગયા પણ દરિયો ખેડવા ગયેલો કિશન પાછો ન આવ્યો, ન એના કોઈ વાવડ. 
આજે પણ મીરા કિશનની રાહ જોતી મોબાઈલમાં કિશનનું સ્ટેટસ જુએ છે: 

*"સાતોં જનમમેં તુજે..."* અચાનક હવાની લહેરખીમાંથી એના કાને જાણે કિશનનો અવાજ સંભળાય છે: 
*"મર ભી ગયા તો મૈં તુમ્હેં* *કરતા રહુંગા પ્યાર!"*

મીરા અવાજના સ્પંદનોને પકડી સામે નજર કરે છે તો દરિયાની લહેરો પર એને કિશન દેખાયો અને એણે દરિયા તરફ દોટ મૂકી.

નૂતન કોઠારી 'નીલ'


.................................

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લઘુવાર્તા: ચોવટની કરી ચટણી

વહુ દીકરી