પોસ્ટ્સ

લઘુ વાર્તા

લઘુવાર્તા: ચોવટની કરી ચટણી

વાર્તા: ચોવટની કરી ચટણી તહેવારને લીધે ઘરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.યુવાન વહુ શ્રાવણી સાસુ મમતા બહેનની સાથે મળીને કામ કરી રહી હતી. દરેક ગામમાં એક ગામ ફોઇ હોય અને મહોલ્લામાં સવાઇ સાસુ એ આપણા ગુજરાતના શહેર કે ગામડાની આગવી વિશેષતા છે.  સોસાયટીમાં રહેતા મમતાબેનના ઘરમાં બાજુવાળા ચંપાડોશી ખુલ્લાં ઘરમાં ડોકિયું કરતાં ધરાર પ્રવેશી ગયાં. અંદર આવતાં, "અલી મમતા! કાં લગણ આમ ઢહૈડા કરીહ? હવે તો આ હુંવાળીને માથે પાડ્ય! બૌ માથે સડાવી સ કાંઈ!" ચંપા ડોશીએ સ્વભાવ પ્રમાણે મમતાબેનના ઘરમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો, સીધા કાનવાળી ડોશીની વાત સાંભળી છતાં તેને અવગણી  મમતાબેને કહ્યું," એ આવો બા! બેસો. બે જણાં કરીએ તો ઝટ પાર આવેને! પછી છુટ્ટાં. હાથપગ ચાલે ત્યાં સુધી તો કરું, પછી તો એ છે જ ને?" ચંપાડોશી: " લે, વેવલી થા મા! આ આજકાલની સોડીયુંન અટલું જ ઝોવે! મમ્મી-મમ્મી કરતી જાય ને કામ કરાવતી જાય! લટકાં-મટકાં કરવામાંથી ઝરાય ઊંસી નો આવે. "આ સાંભળીને શ્રાવણીની આંખો ભરાઈ આવી. મમ્મી અને પપ્પા ની લાડકી અને અહીં પણ સાસુ-સસરા એવા જ પ્રેમાળ! આવા બોલ ક્યારેય સાંભળ્યા નહોતા. એને રડતી જોઈને ચ

વહુ દીકરી

વહુ-દીકરી (માઈક્રોફિક્શન) નિલોરી સ્તબ્ધ હતી!                એનાં કાનમાં ભાવિ સાસુમાના શબ્દો ગૂંજી રહ્યા હતા: "મારે તો દિકરી નથી, મારી વહુ જ મારી દિકરી!"            લગ્ન પછી...              અઠવાડિયાની અંદર તમામ ઘરેણાં અને સાડીઓ સાસુમાના કબ્જામાં આવી ગયાં!    :- નૂતન કોઠારી 'નીલ' 

અનોખી પ્રીત (માઈક્રોફિક્શન)

અમર પ્રીત મીરા રોજ દરિયા કિનારે આવીને કિશનની રાહ જોતી મોબાઈલમાં એનો પ્રોફાઈલ ફોટો જોતી અને સ્ટેટસ વાંચતી. મહિનાઓ વીતી ગયા પણ દરિયો ખેડવા ગયેલો કિશન પાછો ન આવ્યો, ન એના કોઈ વાવડ.  આજે પણ મીરા કિશનની રાહ જોતી મોબાઈલમાં કિશનનું સ્ટેટસ જુએ છે:  *"સાતોં જનમમેં તુજે..."* અચાનક હવાની લહેરખીમાંથી એના કાને જાણે કિશનનો અવાજ સંભળાય છે:  *"મર ભી ગયા તો મૈં તુમ્હેં* *કરતા રહુંગા પ્યાર!"* મીરા અવાજના સ્પંદનોને પકડી સામે નજર કરે છે તો દરિયાની લહેરો પર એને કિશન દેખાયો અને એણે દરિયા તરફ દોટ મૂકી. નૂતન કોઠારી 'નીલ' .................................
*અર્થનો અનર્થ* સવાર સવારમાં હું વટ પાડવા હાથમાં સુંદર લાકડી લઈને ચાલવા નીકળ્યો.  સામેથી મારા પંજાબી પાડોશી મિ. ચઢ્ઢા હાથમાં બ્રેડના બે પેકેટ લઈને આવતાં દેખાયા. આપણે તો હોશિયયારી મારતાં લાકડીથી નિર્દેશ કરીને કહ્યું, " એક મારું." ખબર નહીં કેમ પણ એ તો ભડકી ગયા અને બાજુમાં પાર્ક કરેલા બાઈક પર પેકેટ મૂકીને, હું કાંઈ સમજુ કે સમજાવું એ પહેલાં તો એણે સીધો મને કોલર થી પકડ્યો. બે-ચાર કૂતરા ટાપશી પુરાવવા આવ્યા. હું લાકડી ઊંચીનીચી કરવા માંડ્યો. પણ આ તો પંજાબી બંદો! એમ કાંઈ છોડે? "મુઝે લકડી દિખાતા હૈ? મુઝે મારું? ઐસા બોલા??  એક કૂતરો બ્રેડ તરફ જીભ લપલપાવતો લાલચુ નજરે તાકી રહ્યો હતો. મારી નજર પડતાં જ મેં હતું એટલું  બળ એકઠું કરી એને કહ્યું, " ઉઠા લે, ઉઠા લે." કરમજલી મારી લાકડી, મારી દુશ્મન ઊંચી થઈ ગઈ. ચઢ્ઢા સમજ્યો હું એને લાકડી બતાવી ધમકી આપુ છું અને હું એને બ્રેડનું પેકેટ ઉઠાવવા કહેતો હતો. બેની લડાઈમાં ત્રીજો ફાવે એ વાતને સાર્થક કરતું હોય એમ કૂતરું બ્રેડનું પેકેટ લઈને ભાગવા ગયું ત્યાં તો લાકડી મારા હાથમાંથી છૂટીને નીચે પડો. બિચારા કૂતરા કુંઉ...કુંઉ.. કરતાં, મારી સામે ગુસ્સા