લઘુવાર્તા: ચોવટની કરી ચટણી
વાર્તા: ચોવટની કરી ચટણી તહેવારને લીધે ઘરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.યુવાન વહુ શ્રાવણી સાસુ મમતા બહેનની સાથે મળીને કામ કરી રહી હતી. દરેક ગામમાં એક ગામ ફોઇ હોય અને મહોલ્લામાં સવાઇ સાસુ એ આપણા ગુજરાતના શહેર કે ગામડાની આગવી વિશેષતા છે. સોસાયટીમાં રહેતા મમતાબેનના ઘરમાં બાજુવાળા ચંપાડોશી ખુલ્લાં ઘરમાં ડોકિયું કરતાં ધરાર પ્રવેશી ગયાં. અંદર આવતાં, "અલી મમતા! કાં લગણ આમ ઢહૈડા કરીહ? હવે તો આ હુંવાળીને માથે પાડ્ય! બૌ માથે સડાવી સ કાંઈ!" ચંપા ડોશીએ સ્વભાવ પ્રમાણે મમતાબેનના ઘરમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો, સીધા કાનવાળી ડોશીની વાત સાંભળી છતાં તેને અવગણી મમતાબેને કહ્યું," એ આવો બા! બેસો. બે જણાં કરીએ તો ઝટ પાર આવેને! પછી છુટ્ટાં. હાથપગ ચાલે ત્યાં સુધી તો કરું, પછી તો એ છે જ ને?" ચંપાડોશી: " લે, વેવલી થા મા! આ આજકાલની સોડીયુંન અટલું જ ઝોવે! મમ્મી-મમ્મી કરતી જાય ને કામ કરાવતી જાય! લટકાં-મટકાં કરવામાંથી ઝરાય ઊંસી નો આવે. "આ સાંભળીને શ્રાવણીની આંખો ભરાઈ આવી. મમ્મી અને પપ્પા ની લાડકી અને અહીં પણ સાસુ-સસરા એવા જ પ્રેમાળ! આવા બોલ ક્યારેય સાંભળ્યા નહોતા. એને રડતી જોઈને ચ...